
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદથી કોરિયોગ્રાફર અને એક્ટ્રેસ ધનશ્રી વર્મા સતત ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલ સાથે ઓફિશિયલી અલગ થયા બાદ ધનશ્રી રોજ સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતી રહે છે, જે ખૂબ વાઈરલ થઈ રહી છે. હવે ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની કેટલીક સ્ટનિંગ તસવીરો શેર કરી છે. સેલ્ફીમાં ધનશ્રી ખૂબ જ ફ્રેશ લુકમાં દેખાઈ રહી છે. વ્હાઈટ ટેંક ટોપમાં ધનશ્રીનો લુક જોવાલાયક છે. તે ખૂબ જ ગ્લો કરી રહી છે. ધનશ્રીએ અનેક અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
ધનશ્રીની ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ
ધનશ્રીએ પોતાની તસવીરો સાથે એક ક્રિપ્ટિક કેપ્શન પણ લખ્યું છે, જેની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે. ધનશ્રીએ લખ્યું કે, 'રોકાઈને જોવું ઠીક છે.' ધનશ્રીનો બિંદાસ એટીટ્યૂડ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. પરંતુ ચહલના ફેન્સ કમેન્ટ સેક્શનમાં ધનશ્રીને ટ્રોલ કરી રહ્યા છે.
યુઝવેન્દ્રનું નામ RJ મહવશ સાથે જોડાઈ રહ્યું છે
તમને જણાવી દઈએ કે, ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. પરંતુ થોડા જ વર્ષોમાં તેમના સંબંધોમાં અણબનાવના સમાચાર આવવા લાગ્યા. બીજી તરફ હવે બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા છે. છૂટાછેડા બાદ ધનશ્રી પોતાના કામ પર ફોકસ કરી રહી છે, જ્યારે યુઝવેન્દ્રનું નામ RJ મહવશ સાથે જોડાઈ રહ્યું છે.