બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હેન્ડસમ હંક અર્જુન કપૂર રાજ ઠાકરેની દિવાળી પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જ્યારે અર્જુન કપૂર લોકો સાથે વાત કરવા માટે આગળ આવ્યો તો લોકોએ મલાઈકા-મલાઈકાની બૂમો પાડવાનું શરૂ કર્યું, ત્યારબાદ અર્જુન કપૂરના ચહેરા પર સ્મિત જોવા મળ્યું. જોકે, અર્જુને તરત જ જાહેરાત કરી કે તે હવે સિંગલ છે અને મલાઈકા અરોરા સાથેના તેના સંબંધોનો અંત આવી ગયો છે. જ્યારથી અર્જુન કપૂરની જાહેરાત થઈ છે ત્યારથી લોકો વિચારી રહ્યા છે કે એવું શું થયું કે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો સંબંધ તોડી નાખ્યો?

