પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી તેણે પોતાની ફિલ્મ 'સરદાર જી 3'ના ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમીરને બતાવી છે, ત્યારથી લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. હવે ફિલ્મની સાથે-સાથે સિંગર અને મેકર્સ પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.

