ડ્રોન ઉડાડવા માટે હવે ભારત સરકારે નિયમમાં ઘણાં બદલાવ કર્યા છે. જો એને અનુસરવામાં નહીં આવે તો ડ્રોનના પૈસા પાણીમાં જશે અને અરેસ્ટ પણ કરવામાં આવી શકે છે. ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી, ફિલ્મ મેકિંગ, ખેતી, સર્વેલન્સ, સિક્યોરિટી અને લોજિસ્ટિક માટે પણ કરવામાં આવે છે. જોકે ડ્રોન ઉડાવવા માટે ભારતમાં હવે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. એનું પાલન કરવું હવે ખૂબ જ જરૂરી છે. જો ડ્રોન ખરીદવા માંગતા હો તો એ પહેલાં આ નિયમ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

