Home / Gujarat / Mehsana : Vice Chairman exposes expired goods scam

Dudhsagar ડેરીમાં વાઈસ ચેરમેને એકસ્પાયર્ડ માલના કૌભાંડનો કર્યો પર્દાફાશ, ચેરમેને કહ્યું 'ટેસ્ટિંગ કરી ઉપયોગ કરીએ'

Dudhsagar ડેરીમાં વાઈસ ચેરમેને એકસ્પાયર્ડ માલના કૌભાંડનો કર્યો પર્દાફાશ, ચેરમેને કહ્યું 'ટેસ્ટિંગ કરી ઉપયોગ કરીએ'

Dudhsagar Dairy News: મહેસાણા દૂધ સાગર ડેરીની શુક્રવારે (27મી જૂન) મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં મામલો એકાએક બગડતાં ચેરમેન અશોક ચૌધરીએ આવેશમાં આવીને યોગેશ પટેલને લાફો ઝીંકી દેતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ભારે હોબાળો થયો છે. હવે મહેસાણા દૂધ સાગર ડેરીમાં કૌભાંડ થતો હોવાનો વાઇસ ચેરમેન યોગેશ પટેલે ઘટસ્ફોટ કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, શુક્રવારે મહેસાણા દૂધ સાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ બેઠકમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ હુમલો કર્યો હતો. આ મામલે હવે દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેનું રાજકારણ ગરમાયું છે.

ગોડાઉનમાં જઈ ખોલી પોલ

શનિવારે (28મી જૂન) વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચરાડામાં અમૂલના ગોડાઉનમાં પહોંચ્યા હતા. જ્યાં અમૂલ મિલ્ક પાવડરનો એક્સપાયર થયેલા જથ્થાનો સંગ્રહ કરાયો હતો. વાઇસ ચેરમેન યોગેશ પટેલે કહ્યું કે, 'અમૂલ મિલ્ક પાવડરનો જૂનો જથ્થો પડ્યો રહે અને નવો જથ્થો મંગાવે છે. જેના કારણે મહેસાણા દૂધસાગર ડેરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ બધા જ નુકસાનની જવાબદારી ચેરમેન અશોક ચૌધરીની છે.' નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટથી જ આ બંને ઉમેદવાર ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, વાઇસ ચેરમેન યોગેશ પટેલ પર હિસાબને લઈને બેઠકમાં હુમલો થયો હતો. આ સમગ્ર મામલો મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે દૂધ સાગર ડેરીના વર્તમાન ચેરમેન તેમજ ડિરેક્ટર સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી હતી.

આ મામલે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન

અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, 60 વર્ષથી પાવડર બનાવવામાં આવે છે. સાગર અને અમૂલના નામે દેશમાં વિદેશમાં વેપાર થાય છે. ફેડરેશનના નિયમ મુજબ સેલ્ફ લાઈફ 2 વર્ષની હોય છે. એક્સપયાયરી માલ ટેસ્ટ કરી ફરી ઉપયોગમાં લઈએ છીએ. પેકિંગ ઉપર અમે 18 મહિનાની એક્સપાયરી ડેટ લખીએ છીએ. 18 મહિના માલ પડ્યો રહે તો પછી ફરી ઉપયોગ કરીએ છીએ. એક્સપાયરી માલનું સેમ્પલિંગ કરી પેરામીટર હોય તો વપરાશમાં લઈએ છીએ.

 18 મહિના માલ પડ્યો રહે તો પછી ફરી ઉપયોગમાં લઈએ - અશોક ચૌધરી

એક્સપાયર માલનો ટેસ્ટ કરવામાં આવે છે. એક્સપાયર માલમાં ભેજ, પ્રોટીન પેરામીટર ચેક કરીએ છીએ. બધું ઓકે હોય તો પોતાના વપરાશમાં લેતા હોઈએ છીએ. આ સંસ્થા ઉપર ખેડૂતોનો વિશ્વાસ છે. બેચની તારીખ અને રિપોર્ટ ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જ અમે માલ વાપરીએ છીએ. રાજકીય સ્વાર્થ માટે સંસ્થાને બદનામ કરવામાં આવી રહી છે, આ આક્ષેપોને અમે વખોડી નાખીએ છીએ.

ભારતમાં પેકિંગ થતા માલ પર 18 મહિના લખીએ છીએ. વિદેશ માટે પેકિંગ થતા માલ પર અમે 24 મહિના લખીએ છીએ. ગ્રાહકોનું હિત સચવાય તેના માટે કામ કરીએ છીએ ચરાડામાં જાતે સીલ તોડી પ્રવેશ કર્યો એમના વિરુદ્ધ ફરિયાદ કરી શકીએ છીએ. ત્યાં 400 ટન માલ છે, અમારી પાસે 23,000 ટન માલ પાવડર છે.

Related News

Icon