સુરતની ઉગત કેનાલ રોડ,અડાજણ સ્થિત “ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ” દ્વારા નવી શિક્ષણ નીતિ -૨૦૨૦ અંતર્ગર્ત વિદ્યાર્થીગણમાં સામાજિક અને ધાર્મિક સંવેદના વિકસિત થાય અને પોતાના અભ્યાસમાં પોતાની સંસ્કૃતિની સમજણ મેળવે તે હેતુથી શાળાના મેનેજીંગ ડાયરેક્ટર કિશન માંગુકિયા દ્વારા તારીખ ૧૨-૦૪-૨૦૨૫ ને શનિવારના રોજ શાળાના CBSE બોર્ડ અને GSHEB બોર્ડના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ ૭ થી ૧૨ સાયન્સ/કોમર્સના ૫૧૦૦ જેટલા વિદ્યાર્થીગણ અને ૩૫૧ જેટલા શિક્ષકગણ દ્વારા “હનુમાન જન્મોત્સવ” નિમિતે હનુમાન ચાલીસા સમૂહમાં આહવાન કર્યું હતું.જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીગણ દ્વારા ૧૦ મિનીટ ૧૨ સેકેન્ડ માં હનુમાન ચાલીશા સ્વકંઠે પૂર્ણ કરી હતી.

