ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ તૂટ્યા પછી હવે તેને આગળ લંબાવવા અંગે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી. આ દરમિયાન ઈઝરાયલના હુમલાઓ ચાલુ છે અને ઈદના તહેવાર સમયે પણ તેમાં કોઈ ઘટાડો જોવા ન મળ્યો. એટલું જ નહીં મુસ્લિમોના સૌથી મોટા તહેવાર ઈદના અવસર પર ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર વસેલા રાફાહ શહેર ખાલી કરવાની ચેતવણી જારી કરી હતી. ઇઝરાયલે કહ્યું કે, 'રાફાહ શહેર ખાલી કરી દેવું, નહીંતર જીવનું જોખમ રહી શકે છે.' એટલે એ વાત સ્પષ્ટ છે કે ઈઝરાયલ ગાઝા પટ્ટી પર સ્થિત આ શહેર પર ફરીથી હવાઈ અને જમીની હુમલાઓ તીવ્ર બનાવી શકે છે.

