પ્રખ્યાત ગાયક અદનાન સામીની 77 વર્ષીય માતા બેગમ નૌરીન સામી ખાનનું નિધન થયું છે. અદનાને પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આ અંગે જાણકારી આપી છે. તેમના નિધનનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
પ્રખ્યાત ગાયક અદનાન સામીએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું કે, દુઃખ સાથે જણાવું છું કે મારી પ્યારી માતા બેગમ નૌરીન સામી ખાનનું નિધન થયું છે. આ સમયે અમે શોકમગ્ન છીએ. તે એક અતુલ્ય મહિલા હતી, જેણે પોતાના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને પ્રેમ અને આનંદ શેર કર્યો. અમે તેમને બહુ જ યાદ કરીશું. કૃપા કરીને તેમના દિવંગત આત્મા માટે પ્રાર્થના કરો. અલ્લાહ અમારી પ્યારી માને સ્વર્ગમાં વાસ કરાવે.

