12 ઓક્ટોબરની રાત્રે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તરત જ તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, જ્યાં ડોક્ટરે તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. બાબા સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સની ખૂબ નજીક માનવામાં આવતા હતા. તેની હત્યાથી સમગ્ર બોલિવૂડ આઘાતમાં છે.

