પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહની તબિયત અચાનક બગડી ગઈ છે. કોમેડિયનની તબિયત બગડતા તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ માહિતી ખુદ કોમેડિયને આપી છે. ભારતી સિંહે તેની યુટ્યુબ ચેનલ 'લાઇફ ઓફ લિમ્બાચિયા' પર નવો વ્લોગ અપલોડ કર્યો છે, જેમાં તે હોસ્પિટલમાં બેડ પર પડેલી જોવા મળે છે.

