બોલિવૂડના હીરો નંબર-1 ગોવિંદાના અનેક ફેન્સ છે. તેઓ બોલિવૂડના ફેન્સની ફેવરિટ લિસ્ટમાં આવે છે. અભિનેતાને જોવા માટે તેના ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે. પરંતુ આ વખતે તેની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને ફેન્સ તેનાથી નારાજ છે અને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેમના ગુસ્સાનું કારણ એ છે કે, ગોવિંદા આ પોસ્ટમાં ચર્ચમાં નજર આવી રહ્યો છે.

