ઓસ્કાર વિનર મ્યુઝિશિયન એઆર રહેમાન તેની પત્ની સાયરા બાનુથી ડિવોર્સ લઈ રહ્યો છે. આ મામલે બંનેના વકીલ દ્વારા એક પબ્લિક સ્ટેટમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ અલગ થઈ રહ્યા છે. એઆર રહેમાન અને સાયરા બાનુ લગભગ ત્રણ દાયકા સુધી સાથે રહ્યા બાદ અલગ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે એઆર રહેમાનની ગણતરી સૌથી વધુ કમાણી કરનારા મ્યુઝિશિયનમાં થાય છે અને તેમની નેટવર્થ 1700 કરોડ રૂપિયાથી વધુ છે.

