બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઇ ગેન્ગે સ્વીકારી છે. બિશ્નોઇ ગેન્ગે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને પણ થોડા સમય પહેલા ધમકી આપી હતી અને તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કર્યું હતું. બિશ્નોઇ ગેન્ગે સોશિયલ મીડિયા પોસ્ટ કરતા લખ્યુ કે, જે પણ વ્યક્તિ સલમાન ખાન અને દાઉદ સાથે જે પણ લોકો જોડાયેલા તેમને છોડવામાં નહીં આવે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી છે.

