Home / Entertainment : Sonakshi Sinha sold her bandra apartment

સોનાક્ષી સિંહાએ વેચ્યો પોતાનો બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટ, એક્ટ્રેસને થયો કરોડોનો ફાયદો

સોનાક્ષી સિંહાએ વેચ્યો પોતાનો બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટ, એક્ટ્રેસને થયો કરોડોનો ફાયદો

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ પોતાનો મુંબઈનો એપાર્ટમેન્ટ વેચ્યો છે. એક્ટ્રેસે આ એપાર્ટમેન્ટ 22.50 કરોડ રૂપિયામાં વેચ્યો છે. પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ રીવ્યુ કર્યા પછી, સ્ક્વેર યાર્ડ્સ વેબસાઈટ પર મહારાષ્ટ્ર ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (IGR) એ રિપોર્ટ જરી કર્યો છે. આ એપાર્ટમેન્ટની કિંમત જાન્યુઆરી 2025માં નોંધાયેલી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સોનાક્ષીનું નિવાસસ્થાન મુંબઈના ખૂબ જ પ્રખ્યાત વિસ્તાર બાંદ્રા વેસ્ટમાં આવેલું હતું. આ સ્થળ બોલિવૂડ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝનું પ્રિય સ્થળ છે. રણવીર સિંહ-દીપિકા પાદુકોણ અને કેએલ રાહુલ-આથિયા શેટ્ટી જેવા સેલિબ્રિટીના પણ અહીં ઘર છે.

સોનાક્ષી સિંહાએ પોતાનો એપાર્ટમેન્ટ વેચ્યો

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા દ્વારા વેચાયેલો આ એપાર્ટમેન્ટ એમજે શાહ ગ્રુપ દ્વારા વિકસિત 81 ઓરેટ કોમ્પ્લેક્સનો ભાગ હતો. આ સમગ્ર પ્રોજેક્ટ 4.48 એકરમાં ફેલાયેલો છે અને તેમાં 4 BHKના એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. સ્ક્વેર યાર્ડ દ્વારા રીવ્યુ કરાયેલા IGR ડોક્યુમેન્ટ્સ અનુસાર, સોનાક્ષીના એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 391.2 ચોરસ મીટર (લગભગ 4,211 ચોરસ ફૂટ) અને બિલ્ટ-અપ એરિયા 430.32 ચોરસ મીટર (લગભગ 4,632 ચોરસ ફૂટ) હતો. વેચાણમાં ત્રણ પાર્કિંગ સ્પેસ પણ શામેલ છે. આ વ્યવહાર માટે 1.35 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30 હજાર રૂપિયાની રજીસ્ટ્રેશન ફી પણ ચૂકવવામાં આવી છે.

સોનાક્ષી સિંહાને એપાર્ટમેન્ટ વેચીને કેટલો નફો થયો?

સોનાક્ષી સિંહાએ માર્ચ 2020માં આ એપાર્ટમેન્ટ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, અને ત્યારથી તેની કિંમતમાં વધારો થયો છે. હવે સોનાક્ષીએ તેને 22.50 કરોડ રૂપિયામાં વેચ્યો છે અને તેણે 61 ટકા નફો થયો છે. IGR રેકોર્ડ્સ દર્શાવે છે કે સોનાક્ષી હજુ પણ એ જ 81 ઓરેટ કોમ્પ્લેક્સમાં બીજા એપાર્ટમેન્ટની માલિકી ધરાવે છે. જોકે, એક્ટ્રેસે આ રહેણાંક વિસ્તારમાં પોતાનું ઘર શા માટે વેચ્યું તે સ્પષ્ટ નથી.

સોનાક્ષી સિંહાનું વર્ક ફ્રન્ટ

સોનાક્ષી સિંહાએ 2010માં સલમાન ખાનની હિટ ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, એક્ટ્રેસ 'લૂટેરા', 'અકીરા' અને 'મિશન મંગલ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. 2024માં, તેણે સંજય લીલા ભણસાલીની પીરિયડ ડ્રામા વેબ સિરીઝ 'હીરામાંડી'માં ડબલ રોલ ભજવ્યો હતો. સોનાક્ષી એક એન્ટરપ્રેન્યોર પણ છે. તે 'SOEZI' નામના બ્યુટી બ્રાન્ડની કો-ફાઉન્ડર છે.

Related News

Icon