દેશમાં નેશનલ હાઈવે પર વસૂલાતા ટોલ ટેક્સ પર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર 1 મે, 2025થી FASTag ના સ્થાને એક નવી સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી. આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે. આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદોમાંથી મુક્તિ મળશે. ટોલ ટેક્સમાં પારદર્શિતા વધશે.

