ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે રવિવાર (6 એપ્રિલ, 2025)થી ઘેડના મેળાની ભવ્ય શરુઆત કરવામાં આવી છે. આ મેળો આગામી 10 એપ્રિલ સુધી ચાલશે. જેમાં 8 એપ્રિલના રોજ શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના લગ્ન યોજાશે.

