ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર મીઠી રોહર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. જ્યા આગ લાગી છે, ત્યા પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ડર ફેલાયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી રહી છે.

