G-7 સમિટના બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્ત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિશ્વના અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરી. કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત G-7 આઉટરીચ સત્રને સંબોધતા, પીએમ મોદીએ આતંકવાદ સામે ભારતની કડક નીતિનો પુનરોચ્ચાર કર્યો અને આ વૈશ્વિક ખતરા સામે સંયુક્ત અને નિર્ણાયક પગલાં લેવાની માંગ કરી.

