Panchmahal News: પંચમહાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ કોઈક અન્ય પ્રવૃત્તિ કરવ માટે થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં દર્દીને લાવવા લઈ જવા નહીં પરંતુ સ્ટેશનરીનો સામાન ભરવા સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલની સરકારી એમ્બ્યુલન્સમાં સ્ટેશનરીનો સામાન ભરી દુરઉપયોગ કરાયો છે.

