જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં હવાઈ હુમલાઓ દ્વારા ફરી એકવાર સાબિત કર્યું છે કે આતંકવાદ સામેની તેની નીતિ "ઝીરો ટોલરન્સ" છે. આ મોટા ઓપરેશન પછી જ્યારે ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ત્યારે ત્યાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી હસ્તીઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હતી.

