GPSC Exam: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળે પાકિસ્તાન અને PoKમાં સ્થિત 9 આતંકી ઠેકાણાને નષ્ટ કરી મૃતકોની મોતનો બદલો લીધો હતો. જોકે, આ ત્યારબાદથી પાકિસ્તાને ભારતીય સરહદો પર હુમલો શરૂ કરી દેતાં બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતની કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે તંગદિલી સર્જાઈ છે. એવામાં હવે રવિવારે (11 મે) યોજાનારી GPSCની પરીક્ષાને લઈને મોટી અપડેટ છે.

