એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ 'Ground Zero' નું ટ્રેલરે રિલીઝ થતાં જ દર્શકો ફિલ્મ માટે ઉત્સાહિત થઈ ગયા છે. આ ફિલ્મમાં Emraan Hashmi એક નવા અંદાજમાં જોવા મળે છે. તે BSF કમાન્ડન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે, જે તેની કારકિર્દીનો સૌથી મુશ્કેલ અને ગંભીર રોલ માનવામાં આવે છે. આ ફિલ્મની વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત છે અને છેલ્લા 50 વર્ષમાં BSF દ્વારા હાથ ધરવામાં આવેલા સૌથી ખાસ અને રોમાંચક ઓપરેશન્સ પર આધારિત છે. આ એક એવા મિશનની વાર્તા છે જેમાં એક અધિકારીએ પોતાનો જીવ અને અંતરાત્મા બંને દાવ પર લગાવવા પડે છે. આ મિશનની જવાબદારી Emraan Hashmi લઈ રહ્યો છે, જે ફિલ્મમાં એક્શન અને ઈમોશન વચ્ચે સારું સંતુલન જાળવી રાખતો જોવા મળે છે.

