Gujarat Rain Forecast: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના વિજ્ઞાની પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનના કારણે વરસાદ છે. ૨થી ૩ જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવે છે.

