Home / Gujarat : heavy rain in 164 Taluka of the state

Gujaratમાં મેઘરાજાનો કહેર, 164 તાલુકા જળબંબાકાર; જુઓ ક્યાં-કેટલો વરસાદ

Gujaratમાં મેઘરાજાનો કહેર, 164 તાલુકા જળબંબાકાર; જુઓ ક્યાં-કેટલો વરસાદ

Gujarat Rain News: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 જુલાઈ સુધી રાજ્યના 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે (28 જૂન) સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના લખપતમાં માત્ર બે કલાકમાં 1.81 ઈંચ વરસાદ પડ્યો છે, ત્યારે ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે શનિવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, બોડકદેવ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે.

દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે આજે દેવભૂમિ દ્વારકામાં 2.40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે દ્વારકાના દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા અને ભારે કરંટ જોવા મળ્યો છે. જ્યારે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી છે.

આજે 164 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે (28 જૂન) છેલ્લા 10 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે પોરબંદરમાં 1.85 ઈંચ, ભરૂચમાં 1.77 ઈંચ, વડોદરાના કરજણ 1.57 ઈંચ, વલસાડમાં 1.38 ઈંચ, દેવભૂમિ દ્વારકા કલ્યાણપુરમાં 1.34 ઈંચ, વડોદરાના વઘોડિયામાં 1.22 ઈંચ અને ડભોઈમાં 1.18 ઈંચ, ભરૂચના હાંસોટમાં 1.06 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.02 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના અન્ય 151 તાલુકામાં 1 ઈંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.

જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ

ગુજરાતના અમદાવાદ-દ્વારકા સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, 164 તાલુકા તરબોળ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - image

ગુજરાતના અમદાવાદ-દ્વારકા સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, 164 તાલુકા તરબોળ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 5 - image

ગુજરાતના અમદાવાદ-દ્વારકા સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, 164 તાલુકા તરબોળ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 6 - image

Related News

Icon