IPL 2025નું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે અને ફેન્સને રોમાંચક મેચો જોવા મળી રહી છે. હવે IPL 2025ની વચ્ચે, દાસુન શનાકા (Dasun Shanaka) ગુજરાત ટાઈટન્સ (GT) ની ટીમમાં સામેલ થઈ ગયો છે. ઈજાગ્રસ્ત ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) ના સ્થાને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. GTની ટીમે શનાકા (Dasun Shanaka) માટે 75 લાખ રૂપિયા ચૂકવ્યા છે. તે IPL 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. તેને ખરીદવામાં કોઈપણ ટીમે તેને રસ નહતો દાખવ્યો.

