Gujarat Weather News: ગુજરાતભરમાં મેઘરાજાએ ભારે બેટિંગ કરી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વિજ્ઞાની પ્રદીપ શર્માએ આગામી 5 દિવસ માટે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 48 કલાક અતિ ભારે વરસાદ થઈ શકે છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ થવાની આગાહી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 45થી 55 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે (છઠ્ઠી જુલાઈ) સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે સાવરે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 129 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 5.2 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં 4.69 ઈંચ, પલસાણામાં 4.17 ઈંચ, ડાંગના સુબિરમાં 3.66 ઈંચ, નવસારીના વાંસદામાં 3.15 ઈંચ અને તાપીના સોનગઢમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે (6 જુલાઈ) અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ અને રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
7 જુલાઈની આગાહી
7 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
8થી 11 જુલાઈની આગાહી
રાજ્યમાં આાગમી 8થી 11 જુલાઈ સુધીમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.