
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસ મામલે ચિરાગ રાજપુતને જેલમાંથી કોર્ટની મંજૂરી બાદ વધુ રિમાન્ડ માટે લાવવામાં આવ્યો. ચિરાગ રાજપૂતને રિમાન્ડ માટે ગ્રામ્ય કોર્ટમાં રજુ કરાયો છે જ્યારે આ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ હાલ રિમાન્ડ પર છે. ચિરાગ રાજપુત સાથે કાર્તિકની પૂછપરછ માટે ચિરાગના વધુ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાયો હતો જેમાં 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં ગ્રામ્ય કોર્ટ દ્વારા આરોપી ચિરાગ રાજપુત તેમજ રાહુલ જૈનના આવતીકાલ સાંજ 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં ડોક્ટરે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ પોતાના ઘરે જ જીવન ટૂંકાવ્યું
કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડ મુદ્દે રજૂ કરાયેલા મુદ્દાઓ:-
- ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામે આવેલા આંકડા મુજબ 112 લોકોના મૃત્યુ થયા હતા જેમાં આ બંને આરોપીઓ દ્વારા શું ભૂમિકા ભજવવામાં આવી છે.
- ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં બહાર આવ્યું છે કે અમુક રકમ કેસમાં ઉપાડવામાં આવી છે જેનો ક્યાં અને શું વ્યવહાર કરવામાં આવ્યા છે એ બાબતની માહિતી મેળવવા બાબત.
- હોસ્પિટલમાં થયેલી મીટીંગો બાબતેની minutes book અંગે સ્પષ્ટતા થતી નથી જેથી કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત અને રાહુલ જૈનને સાથે રાખીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની જરૂર છે.