Home / Gujarat / Rajkot : VIDEO: Congress leader Lalit Vasoya reacts to Gujarat model

VIDEO: કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ગુજરાત મોડલને લઈ પ્રતિક્રિયા આપી

VIDEO: રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માજી ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાત મોડલની વાતને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમને જણાવ્યું કે, ભાજપ દ્વારા દેશમાં ગુજરાત મોડલની વાત કરાઈ રહી છે પરંતુ અહીંયા દુર્ઘટનાઓ વધી રહી છે. છેલ્લા ઘણા સમયની અંદર અનેક પુલ તૂટ્યા અને અનેક લોકોની જાનહાનિની ઘટના પણ બની છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મીડિયા સમક્ષ આવીને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી વારંવાર વાત કરે છે. આ નિવેદન બાદ અત્યાર સુધીમાં કોઈપણ મોટા માથા સામે પગલાં લેવામાં આવ્યા નથી. વિવિધ બાબતો અને વિષયોને લઈને સરકાર અને ભારતીય જનતા પાર્ટીને લલિત વસોયા દ્વારા આડે હાથ લેવામાં આવી છે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon