VIDEO: વડોદરા શહેર સહિત રાજ્યમાં એક મહિના કરતાં વધુ સમયથી સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વડોદરા મહાનગરમાં સોખડા ગામ તરફ જતા હાઈવેથી સર્વિસ તરફ રોડનો એક બાજુંનો બંધ હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેના લીધે એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થાય છે. સર્વિસ રોડ પર વિકાસના નામે મસમોટો ખાડો ખોદી દેવામાં આવ્યો છે. જેથી છ માસથી બ્રિજ નીચેનો સર્વિસ રોડ બંધ છે.
વડોદરા શહેર અને ગ્રામ્ય તરફના વાહનોને અહીં ભારે હાલાકી ભોગવવી પડે છે. ઇમરજન્સી માટે જતું વાહન પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગયું હતું. રિપેરીંગનું કામકાજ ચાલતુ હોવા તકલીફ પડી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા ગોકળગાયની ગતિએ કામગીરી ચાલતી હોવાથી અવર-જવર કરતા લોકોને સમસ્યા નડીં રહી છે. આટલા મહિનાઓ થઇ ગયાં છતાં પણ સમારકામમાં કશીપણ પ્રગતિ નથી જોવા મળી. તંત્ર દ્વારા ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે જેથી લોકોને રોજ પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ કામગીરી પૂર્ણ થતા કેટલો સમય લાગશે તે એક સવાલ છે.