Home / Gujarat / Amreli : Farmers from 70 villages protest in Savarkundla over fertilizer issue, petition submitted

Amreli News: ખાતર મુદ્દે સાવરકુંડલામાં 70 ગામડાના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, આવેદનપત્ર અપાયું

Amreli News: ખાતર મુદ્દે સાવરકુંડલામાં 70 ગામડાના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, આવેદનપત્ર અપાયું

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ ખાતે યુરિયા ખાતર ન મળતા 70 ગામોના ખેડૂતો અને તેમના પ્રતિનિધિઓએ આજે (14મી જુલાઈ) ઉગ્ર દેખાવ કર્યો હતો. ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં ખેડૂતોને વહેંચતા નથી
પ્રાપ્ત માહિતી અનુસાર, ખરીદ વેચાણ સંઘ પાસે 50 ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં, ખેડૂતોને ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલ વરાપ નીકળ્યો હોવાથી ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતર ન મળવાને કારણે તેમને પારાવાર નુકસાની વેઠવાનો ભય સતાવી રહ્યો છે.

સાવરકુંડલામાં યુરિયા ખાતર મુદ્દે 70 ગામના ખેડૂતોનો ઉગ્ર દેખાવ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું 2 - image

ખેડૂતોમાં ભારે રોષ ભડક્યો
ખેડૂતોના દેખાવ દરમિયાન જાણવા મળ્યું કે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ છેલ્લા 15 દિવસથી રદ કરવામાં આવ્યું છે, જેના કારણે ખાતરનું વેચાણ બંધ છે. આ માહિતી સામે આવતા ખેડૂતોનો રોષ વધુ ભડક્યો હતો.

ખેડૂતોએ સંઘના ગોડાઉન પાસે હલ્લાબોલ કરી તાત્કાલિક ખાતર વિતરણ શરૂ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'જો સમયસર યુરિયા ખાતર નહીં મળે તો તેમના પાકને મોટું નુકસાન થશે. ખેડૂતોએ તંત્રને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી છે.'

સાવરકુંડલામાં યુરિયા ખાતર મુદ્દે 70 ગામના ખેડૂતોનો ઉગ્ર દેખાવ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું 3 - image

Related News

Icon