
Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યું છે. દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જો કે આજથી વરસાદનું
જોર વધશે. હવે આગામી સમયમાં વરસાદી માહોલમાં સતત વધારો થશે અને વરસાદ વધુ ખાબકશે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદની વચ્ચે આજે હવામાન વિભાગે 7 દિવસ સુધીની વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આટલું ઓછું હોય તેમ આજથી વરસાદનું જોર પણ વધશે.
દરિયામાં કરન્ટ હોવાથી માછીમારોને સાવધાન કરાયા
સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદ તૂટી પડવાની આગાહી કરી છે. તો ગીર-સોમનાથ, અમરેલી, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં ભારે કરન્ટ રહેવાથી આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.