
Strange news: પાડોશી દેશ પાકિસ્તાનમાં ગમે ત્યારે વિચિત્ર ખબરો ઘણીવાર સામે આવતી રહે છે. હવે એક પાકિસ્તાની એરલાઈન્સની બેદરકારથી લાહોરથી સાઉદી અરેબિયા સુધી ચર્ચામાં છે. લાહોરથી કરાચી જતી ફલાઈટ પકડવા જતા એક શખ્સને પાકિસ્તાન એરલાઈન્સના વિમાને સાઉદી અરબના જેદ્દા પહોંચાડી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના આ પ્રવાસીનું નામ શાહજેન છે, જેને લાહોર એરપોર્ટથી કરાચી જવાની ટિકિટ લીધી હતી, પરંતુ તેને ખોટા વિમાનમાં બેસાડી દેવામાં આવ્યો અને શાહજેન વગર વીઝા અને પાસપોર્ટે સીધા વિદેશ જતો રહ્યો. શાહજેને એરલાઇન સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે.
કઈ રીતે ખોટી ફલાઈટ પકડી?
પાકિસ્તાની નાગરિક શાહજેનને આની જાણકારી વિમાન ઉડયા બાદ થઈ. જ્યારે તે કલાકો પસાર થયા પછી પણ કરાચી ન આવ્યું તો તેને કેબિન ક્રૂને સવાલ પૂછ્યો જે બાદ આખી ફલાઈટમાં હોબાળો મચી ગયો હતો.