
Ahmedabad news: અમદાવાદ અને રાજકોટ હાઈવે પર આવેલા બગોદરાના 60 વર્ષ જૂના ભોગાવાના બ્રિજ પરથી કાર પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યકિતને ઈજા થઈ હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેર અને રાજકોટ હાઈવે પર આવેલા બગોદરામાં આવેલા ભોગાવો નદી પરના 6 જૂના અને જર્જરિત નાના પુલ પરથી પસાર થઈ રહેલી કાર અચાનક નીચે પલ્ટી ખાઈ હતી. 60 વર્ષ જૂનો ભોગાવાનો નાનો પુલ જર્જરિત હાલતમાં છે અને તે ગમે ત્યારે પડી શકે છે. ત્યારે એક કારચાલક બગોદરાથી લીમડી તરફ જઈ રહ્યા હતા ત્યારે પુલ પરથી પસાર થતા હતા. તે સમયે કારચાલક જૂના પુલ પરથી નીચે પાણીમાં કાર ખાબકી હતી. સદનસીબે કારમાં ચારથી પાંચ લોકો સવાર હતા પરંતુ કોઈ મોટી જાનહાનિ થવા પામી નહોતી.બગોદરાનો ભોગાવાનો નાનો પુલ અતિ જર્જરિત હાલતમાં હોય છતાં તંત્ર દ્વારા પુલ ઉપર પડેલા ખાડાનું સમારકામ કરાતું નથીત્યારે તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે.