Ahmedabad news: અમદાવાદ શહેરના ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે રાજસ્થાની યુવકનું બે દિવસ અગાઉ રોડ પર પાણી ભરાઈ જતા ફૂટપાથથી પગપાળા જતા કરન્ટ લાગતા મોત થયું હતું. જેમાં પોલીસ તંત્રની તપાસમાં લાઈવ સીસીટીવીમાં યુવકને કરન્ટ લાગ્યા બાદ ઘટનાસ્થળે મોત થયાનું સામે આવ્યું છે. પાણી ભરાઈ જતા સ્ટ્રીટ વીજ પોલમાં કરન્ટ આવતા યુવકનું ત્યાં જ મોત થયું હતું. જેમાં તંત્રની બેદરકારી સામે આવ્યું હોવાનું ખુલ્યું છે.
મળતી વિગતો અનુસાર, બે દિવસ અગાઉ એટલે કે, 16મી જૂને અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક આવેલા આ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. શહેરમાં પડેલા ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
રાજસ્થાનના શ્રમજીવી એવા જસરાજ નામનો યુવક વરસાદી પાણી ભરાઈ જતા ચાલીને જઈ રહ્યો હતો. આ દરમ્યાન યુવકને વીજ પોલથી કરન્ટ લાગતા ઘટનાસ્થળે યુવક તરફડીને મોતને ભેટયો હતો. આ સમગ્ર ઘટના પાસે રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેથી તપાસમાં તંત્રની બેદરકારીથી યુવકનું મોત થયાનો ઘટસ્ફોટ થયો છે.