પંચમહાલના ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેશરી નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતા. નદી અને નાળામાં કેમિકલ યુક્ત કચરો ઠાલવવામાં આવતા ફીણના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ નદીમાં ફીણની સમસ્યા ઘણાં વર્ષોથી છે. અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર આ મામલે યોગ્ય પગલા નથી લઇ રહ્યું.

