ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા દોઢ લાખથી વધારીને રૂ. 6 લાખ કરી છે. આ સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવીને 15 એપ્રિલ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓ હવે બાળકોના ફોર્મ RTE હેઠળ ભરી શકશે.

