ગુજરાતભરમાંથી રેગિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હજુ થોડા દિવસ પહેલાં જ અમદાવાદની એક હોસ્ટેલમાંથી રેગિંગની ઘટના સામે આવી હતી એવામાં ભાવનગરમાંથી પણ રેગિંગની ઘટના સામે આવી હતી. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં સંડોવાયેલા આઠ આરોપી ડોક્ટરને નીલબાગ પોલીસે ઝડપી પાડ્યા છે.

