
સુરેન્દ્રનગર શહરે અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી જુગાર ધમધતા હોવાનું સામે આવ્યું છે. છતાં તંત્ર દ્વારા કોઈ પૂરતા પગલાં લેવાતા વિજિલન્સની ટીમ દરોડાની કાર્યવાહી આદરી હતી. જો કે, વિજિલન્સની ટીમે ઘોડી પાસાનો જુગાર રમતા નવ શખ્સોની અટકાયત કરી હતી.
આ તમામ પાસેથી કૂલ 23 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો. વિજિલન્સની ટીમના દરોડા બાદ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને સુરેન્દ્રનગર ડીઆઈજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિજિલન્સની તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી જુગારધામ ચાલતું હતું.