અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં 11 નવેમ્બરની રાત્રે કારચાલકે કોલેજના એક વિદ્યાર્થીની છરી મારી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. ગઈકાલે બોપલ પોલીસે આ કારચાલકને ઝડપી પાડવા તેનો સ્કેચ ફોટો જાહેર કર્યો હતો. જો કે આજે આ હત્યારા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.

