
અમદાવાદ: ધોળકાના ખારા કુવા વિસ્તારમાં એક બિહારી યુવતીની શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવ્યો છે. બિહારી યુવતીનો મૃતદેહ પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
બિહારી યુવતી સાથે રેપ વિથ મર્ડર થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ ધોળકા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટના મામલે એફએસએલની મદદ લેવાઇ રહી છે. ધોળકા પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે. પોલીસે એક બિહારી શંકાસ્પદ યુવકની પૂછપરછ કરી રહી છે.