અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં સિંહોની લટાર સતત વધી રહી છે. તાજેતરમાં સામે આવેલા CCTV ફૂટેજમાં સિંહો રાત્રિના સમયે ઊંચી દીવાલો કૂદીને ગામમાં પ્રવેશતા જોવા મળ્યા છે. ગામની આસપાસ સિંહોનો વસવાટ મોટા પ્રમાણમાં વધ્યો છે. આના કારણે સ્થાનિક રહીશો ભયભીત છે અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે ગામની શેરીઓમાં નીકળવું જોખમી બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહોએ રામપરા ગામને પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે

