Vatrak Dam, Aravalli : નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવો-ડેમોમાં પહોંચાડવામાં આવશે. અરવલ્લીના માલપુરમાં આવેલા વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા કેનાલમાંથી પાઈપલાઈન મારફતે 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં છોડવામાં આવ્યું. વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત સ્થિતિમાં છે.

