Home / Gujarat / Botad : 45-year-old woman died due to electrocution in Padvadar village of Gadhada

BOTAD : ગઢડાના પડવદર ગામે વિજળી પડતા વાડીમાં કામ કરી રહેલી 45 વર્ષીય મહિલાનું મોત

BOTAD : ગઢડાના પડવદર ગામે વિજળી પડતા વાડીમાં કામ કરી રહેલી 45 વર્ષીય મહિલાનું મોત

Botad News : રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ સર્જાયું છે. રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આ સાથે વીજળી પાડવાની ઘટનાઓ પણ વધી રહી છે. આજે અમરેલી જિલ્લામાં  લાઠી તાલુકાના આંબરડી ગામે ખેત મજુરો પર વીજળી પડતા 5 લોકોના મોત થયા છે, તો બોટાદમાં પણ વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું છે. 

બોટાદમાં પણ વીજળી પડતા મહિલાનું મોત 

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામે વિજળી પડતા વાડીમાં કામ કરી રહેલા 45 વર્ષીય ભાનુબેન ખીમાભાઈ સાનીયા નામની મહિલાનું મોત થયું છે. ભાનુબેન તેમજ અન્ય મહિલાઓ વાડીમાં કામ કરતા હતા તે સમયે વિજળી પડી હતી. વિજળી પડતા અન્ય મહિલાઓનો થયો બચાવ જ્યારે ભાનુબેનનું મોત થયું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

લાઠીના આંબરડી ગામે વીજળી પડતા 5 ખેત મજુરોના મોત

આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડતા 5 ખેત મજુરોના મોત થયા છે.  દેવીપૂજક પરિવારના 5 સભ્યો આંબરડી ગામમાં ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક વાદળો ઘેરાઈને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. આથી દેવીપૂજક પરિવારના 8 સભ્યો ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વીજળી પડતાં 4 બાળકો અને 1 યુવતી સહિત એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા હતા, જયારે 3 ઈજાગ્રસ્ત થયા હતા.