દાહોદ જિલ્લાની એક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની માર્કશીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ માર્કશીટમાં વિદ્યાર્થિનીએ ગણિતમાં 200માંથી 212 અને ગુજરાતીમાં 211 ગુણ મેળવ્યા, જે એક નવાઈની વાત છે. વિદ્યાર્થિનીની માર્કશીટના નંબર જોઈને તેમના માતા-પિતા પણ ચોંકી ગયા હતા.

