ગુજરાતમાં મેઘરાજા ટી-20 અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિણામે દ્વારકાના કલ્યાણપુરના ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્યાણપુર અને દ્વારકાના ગામડાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને ડીજીપી વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા.

