સુપ્રીમ કોર્ટે સોમવારે (28 એપ્રિલ 2025) ના રોજ ગુજરાત સરકારને કહ્યું કે, સોમનાથ મંદિર પાસે એક વિધ્વંસ સ્થળ પર દબાણ રોકવા માટે બનાવવામાં આવી રહેલી દિવાલ પાંચથી છ ફૂટ ઉંચી હોવી જોઇએ. અરજીકર્તાએ કહ્યું કે, 12 ફૂટની દિવાલ બનાવવામાં આવી રહી છે. તેમના વકીલે તેને 'ગ્રેટ વોલ ઓફ ચાઇના' ગણાવતાં વાંધો ઉઠાવતા કહ્યું કે ખબર નથી પડી રહી કે અંદર શું ચાલી રહ્યું છે. આ મામલે ગુજરાત સરકાર તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સનસનીખેજ માહોલ બનાવશો નહી.

