Home / Gujarat / Jamnagar : While doing a stunt on the highway, the driver's bike crashed into a truck

VIDEO: Jamnagarમાં હાઈવે પર સ્ટંટ કરતા ચાલકનું બાઇક ટ્રકમાં ઘૂસ્યું

Jamnagar News: રાજ્યભરમાંથી અવાર-નવાર સ્ટંટબાજોના વીડિયો વાયરલ થાય છે. કાયદાની ઐસીતૈસી કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જામનગરમાં ચાર સ્ટંટબાજો બાઇક રેસ લગાવી રહ્યા છે. ત્યારે એક બાઇક ચાલક ટ્રક સાથે અથડાયો હતો જેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ દ્વારકામાં જોખમી રીતે સ્ટંટ કરી વીડિયો વાયરલ કરતાં પોલીસે કાર્યવાહી કરી ત્રણેય સ્ટંટબાજોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જામનગરમાં અકસ્માતનો લાઇવ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે જામનગર-રાજકોટ હાઈવે પર ચાર જેટલા યુવકો હાઇવે પર બેફામ ગતિએ બાઇક હંકારી સ્ટંટ કરી રહ્યા છે. આ દરમિયાન ફલ્લા ગામ નજીક એક યુવકની બાઇક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાય છે. અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે પોલીસે સ્ટંટ કરી રહેલા અન્ય યુવકોની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ દ્વારકામાં ત્રણ સ્ટંટબાજોને પોલીસે પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. જોખમી રીતે સ્ટંટ કરી તેઓ વીડિયો વાયરલ કરતા હતા. ફેમસ થવાના ચક્કરમાં બાઇકચાલક ઉંધો સૂઇને રિલ્સ બનાવી રહ્યો હતો.


Icon