નાંદોદ તાલુકાના ગુવાર લાછરસ ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમ સબંધની શંકાએ ધારિયાના ઘા મારી હત્યા કરી હત્યાનો કોઈ સુરાગ મળતો નહોતો. જો કે, રાજપીપળા ટાઉન પોલીસે મળી આરોપીને ઝડપી પાડયા છે. આ હત્યાનો ભેદ ઉકેલવામાં સીસીટીવીની મહત્વની ભૂમિકા સામે આવી હતી.

