સુરતમાં વસવાટ કરતા 8 પ્રવાસીઓ નર્મદા ફરવા ગયા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો નદીમાં ન્હાવા પડ્યા હતા. અચાનક પાણીનું વહેણ વધતા તમામ આઠેય લોકો ડૂબ્યા હતી. એક યુવકનો સ્થાનીકોએ બચાવી લીધો હતો. તો બીજી તરફ સાતની શોધખોળ ચાલુ છે. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ ફરવા પહોંચ્યા હતા. બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદ્યા હતા.

