ત્રણ દિવસ અગાઉ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી મળી આવેલ યુવકના મૃતદેહ બાદ પોસ્ટમોર્ટમમાં તેની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે યુવકની હત્યા કરનારાઓની હાલોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતકની સીતારામ યાદવ તરીકે ઓળખ થઈ હતી. તે જ્યાં કામ કરતો હતો અને રહેતો હતો ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે સીતારામ યાદવ જે ગોડાઉનમાં કામ કરતો હતો ત્યાં કામ કરતા બીજા યુવાનો સાથે મજૂરીના પૈસાની લેતીદેતી બાબતે થોડા દિવસ અગાઉ ઝગડો થયો હતો.

